શ્વેત, અશ્વેત - ૨૦

  • 2.9k
  • 1
  • 1.4k

હોસ્પિટલમાં મૃત દેહની વાસ આવતી હતી. તે સૂંઘતા સિયા તો બસ સ્તબ્ધ જ થઈ જાય છે. હોસ્પિટલ એક માણસ નિર્મિત સફેદ નર્ક હતું. બધુંજ સફેદ. સફેદ ચાદર, સફેદ રંગ, સફેદ જમીન, સફેદ ઓઝારો, અને એ સફેદાઈમાં લોહી, ચામડી, અને મૃત્યુની ઘોર વાસ. અને કાચ. અહીં કાચ, ત્યાં કાચ. દરવાજે કાચ, પાસે કાચ, નીચે જમીન તે કાચ જેવી. સુંદરતા સફેદાઈ માં નથી, અને આટલી બધી સફડાઈમાં તો નથી જ. દરવાજો ખોલતા તે અંદર જાય છે. અંદર આવતા તેના પગ સફેદ જમીન પર પડે છે. ત્યાં સૂરજની કિરણો પડી રહી હોય છે. અને બારી તેની સામે હતી, પણ બારીની આગળ એક પાટ