હાઇવે રોબરી 42 નંદિની અને સોનલ હવે કંઇક ભાનમાં આવ્યા હતા. દિલાવર સામે દૂર એક ખુરશી પર બેઠો હતો. નાથુસિંહ એની પાસે બેઠો હતો. દિલાવરને ખબર હતી, મુસ્તાક બધા કામમાં હોશિયાર હતો પરંતુ છોકરીઓની બાબતમાં નરમ દિલનો હતો. એણે છોટુને ઈશારો કર્યો. છોટુ આની જ રાહ જોઈને બેઠો હતો. છોટુએ બાજુમાં પડેલ એક જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યું અને બન્નેના મ્હોં પર છાંટયું. પાણીની છાલકથી બન્નેએ આંખ ખોલી. છોટુએ નંદિનીના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો. નંદિનીના મગજમાં તમારાં બોલી ગયા. એક પળ એવું લાગ્યું કે