પૂર ઉપર પૂર ખમે તેવું ખમીર ખમે રાધનપુર

  • 3.6k
  • 2
  • 1.7k

"પૂર ઉપર પૂર ખમે તે મારું રાધનપુર" #રાધનપુર એ હાલ કચ્છ ના રણને અડી ને આવેલો તાલુકો છે. ઉત્તર ગુજરાતનું બીજું મહત્વનું શહેર છે.અહીંયા હાલ જીરું,ઘઉં,કપાસ,દિવેલા, બાજરી, જુવાર ઘાસ જેવા પાકોનું ખાસ વાવેતર થાય છે. હવે તે પાટણ જિલ્લાનું બીજા નંબર નું શહેર છે.ભારતમાં આઝાદી પહેલાં કુલ 562 રજવાડાં હતાં. આઝાદી પહેલાં તે બાબી વંશના મુસ્લિમ શાસકોના હાથમાં હતું. તે પહેલાં ચાવડા વંશ ના રતનદેવે સને ૬૦૨ માં વૈશાખ વદ ત્રીજ ના દિવસે આ નગર વસાવ્યું હતું. મત મુજબ તેના નામ પરથી રાધનપુર પહેલાં રદનપુર નામથી ઓળખાતું હતું. આ ચાવડા કચ્છ ના રાજવી વંશના ભાયાત હતા તેવું કહેવાય