પ્રેમની ઓળખ

  • 2.1k
  • 1
  • 788

" રુચિર બેટા આજે ઓફિસથી સીધો ઘરે જ આવી જજે હોં બેટા, રસ્તામાં ક્યાંય સમય બગાડતો નહીં કારણ કે મેં તને ગઈકાલે વાત કરી હતી ને એ છોકરીવાળા આજે સાંજે આપણાં ઘરે આવવાના છે. " સીમાબેને દિકરાને સમજાવતાં હોય તેમ કહ્યું. પણ રુચિરની ઈચ્છા જરા પણ કોઈ છોકરી જોવાની ન હતી તેથી તેણે મમ્મીને કહ્યું કે, "મમ્મી, મારે કોઈ છોકરી-બોકરી જોવી નથી, હું જેમ છું તેમ એકલો જ બરાબર છું " મમ્મી: સાંભળ બેટા, મહેશ અંકલનો સામેથી ફોન આવ્યો હતો કે, આજે સાંજે હું સંસ્કૃતિને લઈને તમારા ઘરે આવું છું એટલે તારા પપ્પા એમને "ના" ન કહી શક્યા. તું છોકરી