હૃદયમાં રહેતી સંવેદના અને સંવેદનામાં સ્ફુરતું સ્મરણ. સ્મરણની સાથે ખેંચાઈને આવતી યાદો અને યાદોમાં એક ઝલક પ્રિયજનની. પ્રિયજનની પાંપણમાં કેદ થઇ જતું સ્મરણ પોતાના અસ્તિત્વનો અહેસાસ આપી જાય છે. તે અહેસાસ જીવનના અંત સુધી હ્રદયને નવપલ્લવિત કરે છે. સતત બે દિવસ પ્રસંગોમાં વ્યસ્ત આલય કેટીની વાત સાંભળીને ખુશ થઈ ગયો. કેવી રીતે સફળ વ્યક્તિ બની શક્યા તેમની વાત પરથી સમજાઈ ગયું .અને કે.ટી. નો વિચાર કરતાં કરતાં ક્યારે મોસમ મનમાં આવી ગઈ ખબર જ ન પડી .રાતના અગિયાર વાગવા છતાં વાત કરવાની ઈચ્છા થઇ ગઈ. અને મૌસમને ફોન લગાડ્યો. "હેલ્લો " મૌસમ બોલી " મિસ યુ" આલયે કહ્યું,