કવિતા સંગ્રહ " શણગાર " સૂરજ આથમવા ની શરૂઆત થઈ , પંખીઓ માળામાં પાછા ફરવા લાગ્યા નિશા ની કાળી ચાદર બધે પથરાઈ , ચંદ્રના આવરણો ઉતરવા લાગ્યા શરદની ઠંડી ઠંડી આહટ અનુભવાઈ , રાત રાણી ની મહેક પ્રસરવા લાગી શ્વાસ માં વાતા વાયરાના અણુ સ્પર્શ્યા, મંદિરોના ઘંટારવ નો ધ્વનિ સંભળાયો " અદભુત " અર્થોનું ઝરણું અસ્ખલિત છટાથી વહેતું જણાવે ગાથા નિર્માણની અત્યંત અદભુત સૃષ્ટિ ના