લવ બાઇટ્સ - પ્રકરણ-89

(128)
  • 6.2k
  • 2
  • 3.5k

લવ બાઇટ્સ પ્રકરણ-89 દેવરાજ ગુસ્સાથી પ્રસન્નલતા સામે અંગારી આંખે જોઇ રહેલો અને બોલ્યો મેં તને પૂરી પાત્રતા સાથે અપાર પ્રેમ કરેલો તારી પાછળ બાવરો બની ગયેલો એક એક પળ તારી સાથે જ વિતાવવા તત્પર રહેતો. પણ શું એ ક્ષણ પણ નથી ભૂલ્યો યાદ છે પ્રસ્ન્નલતા ? કર યાદ એ ઘડી પળ.. અને ગુસ્સા સાથે દેવરાજની આંખમાંથી આંસુ ટપકી રહેલાં એણે કહ્યું આંખનાં જળ મારાં રડી રડીને ખુટી પડેલાં.. તે મને... તેં મને.. કર યાદ મંદાકીનીનાં લગ્ન ઉદેપુરનાં રાણાનાં દીકરા ફતેસિંહ સાથે થયાં. એ ઉદેપુર ગઇ એને મૂકવા આપણે સાથે ગયેલાં. ઉદેપુરનો નજારો એનાં સરોવર એના ઝરણાં બધુ જોઇ આપણે પાગલ