દસેદસ આરણ્યકોનો અંત કરાયો. પરંતુ, આક્રમણનો અંદેશો આવી જતાં અંબરીષ અરિધ પર કવચ ફેંકી પલાયન કરી જાય છે. ____________________________ મધ્યાહન સમયે પ્રતિક્ષાનો અંત થયો. એકતરફ ઘાયલોનાં ઉપચાર શરું થયાં અને બીજીતરફ અરિધે આપેલ માહિતીનું આકલન શરું થયું. વિલવકપ્રદેશનું સૈન્યબળ અરણ્યમા શાં માટે આવી શકે! એ વિચાર માંગી લે તેવો પ્રશ્ન હતો કારણ આ પહેલાં સૈન્ય પ્રયોગશાળામાં આવ્યું હોય તેવું બન્યું નહોતું. જરુર કોઈ મોટી યોજના અંતર્ગત જ આવું બની શકે. હવે, એ સૈન્ય માટે પણ તૈયાર રહેવું જરૂરી હતું. શક્યતાઓ ચકાસી એક દૂત રાજા ચંદ્રવીર પાસે તુરંત રવાના કરાયો જેથી સેના સાબદી રહે. સીમાવર્તી ચોકીઓ પર સંદેશવાહક પક્ષીઓ દ્વારા આશંકિત