પ્રાયશ્ચિત - 30

(104)
  • 10k
  • 2
  • 8.8k

પ્રાયશ્ચિત પ્રકરણ-30મનસુખ માલવિયા કેતનને વાલ્કેશ્વરીમાં આવેલી આતિથ્ય રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રેસ્ટોરન્ટ પેક હતી એટલે પંદરેક મિનિટ વેઇટ કરવું પડ્યું. રેસ્ટોરન્ટ ખરેખર સારી હતી. ઘણા સમય પછી એ પંજાબી ફૂડ ખાવા માટે આવ્યો હતો. એણે વેઈટરને એની પ્રિય સબ્જી વેજિટેબલ મક્ખનવાલા અને પાલક પનીર નો ઓર્ડર આપ્યો. સાથે તંદુરી રોટી દાલ ફ્રાય જીરા રાઈસ રોસ્ટેડ પાપડ અને છાસ તો ખરાં જ !! મનસુખને કેતન શેઠની સાથે જમવા બેસવા માં થોડો સંકોચ થતો હતો પરંતુ કેતન આવું કોઈ અંતર રાખવા માગતો ન હતો એટલે એણે મનસુખને પણ પોતાની સાથે જ બેસીને ડિનર લેવાનું કહ્યું. જમવાનું પૂરું થયું અને હેન્ડવોશ માટે બાઉલ મંગાવ્યા ત્યાં જ એણે