સંબંધની પરંપરા - 6

  • 3.2k
  • 1
  • 1.7k

મોહને ફરી સીતા દાદી ને કહ્યું "પેલા આંબલીના ઝાડ પર ચડી ગયેલા વાનર જેવા તોફાની બારકસને તમે કેમ ભૂલી શકો?...કોઈનું પણ ન માનનારો તમારા કહેવાથી એકવારમાં જ નીચે આવી ગયો હતો..ખબર છે...ને". "તમારો પ્રિય વિદ્યાર્થી કે જેને તમે સાચો રસ્તો બતાવી ખરા અર્થમાં પથપ્રદર્શક બન્યા એ તમારા દ્વારા ઘડતર થયેલ તમારા શિષ્યને તમે કેમ ભૂલી શકો..?" તમારા અસંખ્ય વિદ્યાર્થીઓમાં તમારો એક માત્ર પોતીકો લાગતો એ તોફાની બાળક.જેના તોફાનને હંમેશા નિખાલસ માસુમિયતનું નામ તમે જ તો આપેલું... સીતા દાદી વચ્ચે જ બોલી ઉઠ્યા...."બસ ,તું... તું મોહન ને..? સીતા દાદીના સ્વરમાં ધ્રુજારી આવી ગઈ.તે મોહનને સ્નેહથી ભેટી પડ્યા.મોહને તરત તેમના