મોહન સીતા દાદીને જોઈને એક અજબ જ યાદગીરીમાં સરી પડે છે... શિક્ષકની હાજરી છતાં ડર વગર એક ક્લાસમાં બધા બાળકો ખુશખુશાલ હોય છે. જાણે,"ભાર વિનાનું ભણતર". જ્યાં.. વારાફરતી બધાની પરીક્ષા લેવાતી, પ્રશ્નોત્તરી થતી, કાવ્ય લહેરીઓ ગવાતી. એ સિવાયની દરેક ઈત્તર પ્રવૃત્તિ શાળાના આ ક્લાસરૂમમાં નિરંતર થતી. એટલે જ કદાચ આ ક્લાસરૂમ બધાનો પ્રિય હતો. પરંતુ, મર્યાદિત બાળકોને જ આ ક્લાસરૂમમાં ભણવાનો મોકો મળતો. મોહન આ બાળકોમાં નો એક હતો. એટલે જ એને ભણતર પણ વ્હાલું લાગવા માંડ્યું હતું. નહીંતર તે હંમેશા શાળાએ જવાના બહાનાઓ શોધ્યા કરતો. આ લાગણી અને અદ્ભુત લગાવ એ આ ક્લાસરૂમ નહીં પણ એમાં