લોસ્ટ - 44

(28)
  • 3.7k
  • 2
  • 1.9k

પ્રકરણ ૪૪"રાવિ..." જીયા અને કેરિનની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ."હા, હું સમજી ગઈ મારી ઓરિજિનલ કૉપી." રાવિકાએ રાધિકાને વળતું આલિંગન આપ્યું."હમણાં અચાનક મને એવો આભાસ થયો કે તું આજુબાજુમાં ક્યાંક છે, અને જો." રાધિકાએ ફરીથી રાવિકાને આલિંગન આપ્યું."રાવિ..." કેરિનએ રાવિકાને ખેંચીને છાતીસરસી ચાંપી,"તું સાચેજ મારી રાવિ છે, તું ક્યાં હતી? તું જીવે છે... પણ..""તું જીયાને લઈને અહીંથી જા, અમે બન્ને એક જરૂરી કામ પતાવીને આવીએ પછી વાત કરીએ." રાવિકાએ કેરિનને જીયાનો હાથ પકડાવ્યો."હું હોટેલ ઉપર વેઇટ કરીશ તમારો બન્નેનો, જલ્દી આવજો." કેરિન અને જીયા ત્યાંથી નીકળી ગયાં.જીયા અને કેરિન તેમની હોટેલ પર પહોંચ્યાં ત્યાં સુધી જીયા ચૂપ હતી, કેરિનએ વાત