પ્રકરણ ૪૧જીયાના હૃદયમાં કેરિન માટે કૂણી લાગણીઓ જન્મી રહી હતી, કેરિનને મળ્યાને આજે બે દિવસ થઇ ગયા હતા છતાંય તેના મનમાંથી એક પળ માટેય કેરિનનો ખ્યાલ ખસ્તો નહોતો.જીયા તેની લાગણીઓ માટે પોતાને દોષી માનીને પરેશાન થઇ રઈ હતી ત્યાંજ તેનો ફોન રણક્યો, સ્ક્રીન પર કેરિનનું નામ જોઈને જીયાનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું."હહહ... હેલ્લો.." ધ્રુજતા હાથે જીયાએ ફોન ઉપાડ્યો."તું ફ્રી છે?" કેરિનએ પૂછ્યું."હા, કેમ?""રાધિકાએ એક એડ્રેસ આપ્યો છે, માયા વિશે ત્યાંથી માહિતી મળવાની આશા છે તો તું આવવા માંગે છે?""હા, હા. કેટલા વાગે જવાનું છે?""તું તૈયાર થાય એટલે મને ફોન કર, હું તને પીક કરી લઈશ." કેરિનએ ફોન મૂકી દીધો.અડધા કલાક