પ્રેમ - નફરત - ૫

(41)
  • 8.2k
  • 6.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ આરવને એ યુવતીની આંખો જાદૂઇ લાગી. એના કાજળભર્યા નયનના કામણથી તે અંજાવા લાગ્યો હતો. તેણે જાતને સંભાળી. તે સતર્ક થઇને એની અરજીનો અભ્યાસ કરવા લાગ્યો. એક બુરખાધારી મહિલાએ આઇ.ટી. ની જગ્યા માટે અરજી કરી હતી અને એનું નામ રચના કુસુમબેન રેવાણી લખ્યું હતું. આરવે કંઇક વિચાર્યું અને એ બુરખાધારી મહિલાને પૂછ્યું:"આ જગ્યા માટે તમે પોતાને કયા કારણથી લાયક ગણો છો?' એ મહિલાએ આરવની આંખોમાં આંખો પરોવી કહ્યું:'હું મોબાઇલ વિશે ઘણી જાણકારી ધરાવું છું. મોબાઇલની નવી ટેકનોલોજીથી પરિચિત છું. મારા યોગદાનથી કંપનીને લાભ અને પ્રગતિ થઇ શકે છે...' આરવે આગળ પૂછ્યું:'તમારી પાસે કોઇ અનુભવ નથી.