શરણાઈના સૂર

(14)
  • 3k
  • 1
  • 710

આજે એમબીબીએસના લાસ્ટ ઈયરનું રિઝલ્ટ હતું. પ્રાચી સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લાસમાં તેનો જ ફર્સ્ટ નંબર આવે. અને પથિક પણ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ વર્ષે તે પ્રાચીને કરેલી ચેલેન્જમાં, પ્રાચીનો દર વર્ષનો રેકોર્ડ બ્રેક કરી નાંખે અને પોતે ક્લાસમાં ફર્સ્ટ નંબર લાવીને પ્રાચીનું દિલ જીતી લે. હવે બંનેના હ્રદયનાં ધબકારા વધી રહ્યાં હતાં અને એટલામાં તો વિવેક દોડતો દોડતો આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે, આ વખતે દીદી પથિકભાઈ તમારાથી આગળ નીકળી ગયા છે અને તમે ચેલેન્જ હારી ગયા છો. પ્રાચીનો મૂડ તો સાવ ઑફ થઈ ગયો હતો