સિદ્ધપુર

  • 2.8k
  • 1.3k

"સસ્તી સિદ્ધપુર ની જાત્રા". સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે,જે તાલુકાનું મુખ્ય મથક પણ છે.પ્રાચીન સરસ્વતી નદીના કાંઠે વસેલું સિદ્ધપુરસિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું.તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં "દાશુ' ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા.સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું.મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.૧૦મી સદીની આસપાસ,સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ