અકબંધ પ્રેમ

  • 4.9k
  • 1.7k

અકબંધ પ્રેમઆ બે મિત્રોની વાર્તા છે. રાજ અને સીમી જે મુંબઈની જમનાબાઈ નરસી શાળામાં સાથે ભણતા હતા. નાનપણથી જ બન્ને એક જ પાટલી પર બેસતા હતા. શાળાના વીસ મિનિટના અંતરાલમાં રાજ અને સીમી સાથે નાસ્તો કરતા અને પકડા પકડી રમતા હતા. જેવી ઘંટી વાગતી તેઓ પોતાની પાટલી પર બેસી જતા અને વાતો કરતા. જેમ શિક્ષકનો વર્ગમાં પ્રવેશ કરતા ત્યારે બન્ને પોતાની ચોપડીમાં ભણવામાં ધ્યાન આપતા.બપોરના ભોજન સમય દરમ્યાન લાંબો વિરામ હોવાથી જમ્યા પછી સાથે વાંચતા અને અગર સમજ ન પડે તો એક બીજાને સમજાવતા. આમ કરીને વર્ષો વીતી ગયા અને શાળાના છેલ્લા ને મહત્વના વર્ષમાં આવી ગયા. બન્ને સારા મિત્રો બની