ગોરખનાથ

  • 5.2k
  • 1
  • 2.8k

ચેત મછંદર ગોરખ આયા ️️️️️ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે.એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરા માને છે.પણ હાલનાં પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથનાં ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથનાં ગુરુ તરીકે મનાય છે.નાથ સંપ્રદાયનો ગોરખનાથનાં સમયમાં ખૂબજ વિકાસ વિસ્તાર થયેલો.તેમણે