તલાશ - 27

(50)
  • 5.7k
  • 3.4k

સવા અગિયાર વાગ્યે એલાર્મ ના અવાજથી જીતુભા ઉઠ્યો હતો. અને ફ્રેશ થવા બાથરૂમમાં ગયો એ જ વખતે એના ફોનમાં ઘંટડી વાગી. અનોપચંદ એને ફોન કરતો હતો. તો એ જ વખતે હની પોતાની હોટલના રૂમમાં કંઈક વિચારમાં આટા મારતો હતો. સાડા બાર વાગ્યે એને હોટલ મુન વોક માં કોઈ અમીચંદને મળવાનું હતું, જેનો ફોટો મનસુખ જીરાવાળો એને ગઈકાલે આપવાનો હતો સાંજ સુધી એના તરફથી કોઈ મેસેજ ન મળતા હનીએ રાત્રે પોતાના માણસને મોકલ્યો હતો એની હોટેલ પર તપાસ કરવા તો જાણવા મળ્યું કે એ તો બપોરે જ હાર્ટએટેકથી મરી ગયો છે અને પોલીસ એની લાશ તથા સમાન લઈ ગયા છે. "નક્કી એ પેલા ઉંટ (પૃથ્વીનું) જ કામ હશે મનસુખને મારવાનું, પણ