ડ્રીમ ગર્લ 34 જિગર ઊંડા વિચારોમાં હતો. આ લોકોનું ધ્યાન નિલુથી દુર હટાવવું જરૂરી હતું. પણ કેવી રીતે ? નિલુ એની હદયની ધડકન હતી. એ કોઈ પણ રીતે નિલુને સલામત રાખવા ઇચ્છતો હતો. કોઈ પણ સમસ્યા પ્રત્યે વિચારતા રહેવું જોઈએ. કોઈને કોઈ ઉપાય મળી જ રહે છે. આખરે એને એક રસ્તો દેખાયો અને એના મનને રાહત થઈ. અમી અને પ્રિયા. પણ અંતરમને એને ઠપકો આપ્યો. નિલુ માટે અમીનો ભોગ આપવાનો? ના.. ના.. એ ના થઇ શકે. જિગરને અમી યાદ આવી. કેટલી સુંદર ? અને એ નાદાનનું