રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 4

(11)
  • 7k
  • 3.8k

રાજા ભોજ પોતાની કતૅવ્ય નિષ્ઠા સાથે, દેવી પાસે થી વરદાન મેળવ્યા પછી.....હવે તેઓ પહોર પુરો થાય તે પહેલાં..... પોતાના રક્ષક તરીકે ના સ્થાન પર ઝડપથી પાછા ફર્યા.....આ બાજુ રાજા વિક્રમ વહેલા પરોઢિયે જાગ્યા, ત્યારે અચાનક તેમને યાદ આવ્યું કે આજે તો તેઓ રાત્રિ ભોજન પછી...તરતજ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા... હવે તેમને ચિંતા થવા લાગી કે,તેઓ અક્ષય પોટલી લાવ્યા નથી તો સોનામહોરો નું દાન કેવીરીતે કરશે?આ જ ચિંતા માં તેઓ એ નિત્ય કર્મો પતાવ્યા... પછી નિ:સાસા. સાથે, બહાર જોયું.... ત્યાં દાન લેવા માટે કતાર લાગી હતી...તેમને થયું આજે તેમનો સંકલ્પ તૂટી ગયો...તેઓ ખૂબ જ દુખી હ્રદયે, જોઈ રહ્યા.રાજા વિક્રમ ને