ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી

  • 2.6k
  • 982

"આજે કેમ મારો લાડકો બાલ ગણેશ રિસાઈને બેઠો છે? શું થયું?"લીલાબેનનો છ વર્ષનો પૌત્ર અવનીશ, બારી પાસે મોઢું ચડાવીને ઘરની બહાર જોઈ રહ્યો હતો. નાનકડો હતો, પણ હતો ખૂબ જ નાટકીય. એણે દાદી સામે જોઈને ફરિયાદ કરી."પપ્પા આ વખતે ગણપતિ બપ્પાને લાવવાની ના પાડે છે, એટલે હું નારાજ છું અને કોઈની સાથે વાત નહીં કરીશ."એટલું એક શ્વાસમાં બોલીને અવનીશ ફરી બારીની બહાર જોવા લાગ્યો.લીલાબેન સ્મિત દબાવતા બોલ્યા,"ઓ! આ તો ખોટું થયું. ઉભો રહે, હમણાં તારા પપ્પાની ખબર લઉં છું. અમિત! જરાક હોલમાં આવતો."અવનીશની રુચિ જાગી અને ઉત્સાહની સાથે સીધો બેઠો થયો. "શું થયું બા? તમને મારુ કાંઈક કામ હતું?"અમિતે આવતાની સાથે