એક પૂનમની રાત - પ્રકરણ-53

(119)
  • 7.8k
  • 4
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-53 દેવાંશ ઘરે આવીને એનાં પાપા વિક્રમસિહજીને એને આજે થયેલાં અનુભવ કીધાં વિક્રમસિંહ કહ્યું સતત તું આવાં વિચારો અને વાતાવરણમાં રહી આવીજ કલ્પનાઓ કરે છે ? દેવાંશે કહ્યું મેં મારી સગી આંખે જોયેલું અને મારાંજ કાને સાંભળેલું કહી રહ્યો છું આ કોઇ સ્વપ્ન કે કલ્પનાઓ નથી સનાતન સત્ય છે હકીક્ત છે મારો વિશ્વાસ કરો મારાં શરીરમાથી હજી ધુજારી ગઇ નથી અને જીવનમાં મને પહેલીવાર આટલો ડર લાગ્યો છે. વિક્રમસિહ વિચારમાં પડી ગયાં ત્યાં એમનો મોબાઇલ રણક્યો. વિક્રમસિંહે તરતજ ઉપાડ્યો અને સામેથી એમનો ઇન્સપેક્ટર બોલ્યો સર અમે અહી PM આવવાનાં છીએ એનાં બંદોબસ્તમાં છીએ અને અમારી જીપ રાઉન્ડ લેતી