દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 26 આગળનાં ભાગમાં જોયું કે સાગર પારસમણિ લઈને પારસમણિની શકિતથી પરિમલનો દેહ પીપળાના વૃક્ષ નીચે હોય ત્યાં જાય છે. બૌદ્ધ સાધુ આનંદ, મેહુલ ની સાથે જીયા, નયન અને મહેન્દ્ર પણ બી બિલ્ડિંગ તરફ જાય છે. હવે આગળ " વિદ્યા કેમ? તે પારસમણિ આપી"(સોમ) " હા વિદ્યા કેમ?"(સરસ્વતી ) " પપ્પા હું તમને આમ કંઈ રીતે મરવા....... "(વિદ્યા) " પહેલાં સોમ અંકલ ને ગોળી વાગી છે એને હોસ્પિટલ લઈ જવા પડશે"(જનક) " ના જરૂર નથી હું ખાલી"(સરસ્વતી) "હા બોલો સરસ્વતી" (જનક) " હું ખાલી અંકલની ગોળી બહાર કાઢી શકું પણ એ જખમને હું દુર ન કરી શકું