સજન સે જૂઠ મત બોલો - 23

(41)
  • 4.6k
  • 2
  • 1.7k

પ્રકરણ ત્રેવીસમું/૨૩વહેલી સવારે મીડિયા જગતના માધ્યમથી એક બ્રેકીંગ ન્યુઝ વાયુ વેગે પ્રસરતાં શહેરના અંધારી આલમમાં એક અણધાર્યા છુપા ભયના સુનામીનો સંકેત ફેલાઈ ગયો..‘ગત રાત્રિએ હાઇવે પર સાહિલ રવજી કોટડીયા નામના ડાયમંડ માર્કેટના વેપારીની કપાળ પર ગોળી ધરબીને કરાયેલી નિર્મમ હત્યા.’ સપનાએ જયારે કોઈપણ આનાકાની વગર કોલ પર મળવાની લીલીઝંડી આપી ત્યારે સાહિલના હૈયે ધરપત થઇ, એ પછી અનન્ય ઉન્માદના ઉમળકા સાથે બે ઘડી આંખો મીચી, આજે ઈશ્ક્દેવ સાહિલ ઇષ્ટદેવ કરતાં વધુ સરિતાના ભરોસે કિસ્મત કનેક્શનને જોડતી મંઝીલ તરફ પ્રયાણ કરવાં માટે કાર સ્ટાર્ટ કરતાં મ્યુઝીક સીસ્ટમ પર તેનું પસંદીદા સોંગ પ્લે કર્યું..‘સાંસો મેં બઢી બેકરારી આંખો મેં કઈ રત જગે કભી