આઇ હેટ યુપ્રકરણ-60 નંદીની એકી શ્વાસે વરુણને બધુ બોલી ગઇ એ એનાં એક્ટીવા પર રીતસર બેસી પડી. એને થયું મારામાં આટલી કેવી રીતે હિંમત આવી ગઇ ? વરુણને સચોટ કહેવા માટે મને બધુ સ્ફુરી ગયું સારું થયું મેં એલોકોનાં ફોટા વીડીયો ચેટ બધું ફોનમાં ફોલ્ડર બનાવીને રાખી મૂકેલું અત્યારે કામ આવી ગયું.... હવે એ હિંમત નહીં કરે અને ત્યાંજ એનાં મોબાઇલમાં ફરી રીંગ આવી એણે આર્શ્ચયથી ફોન લીધો કપાળે વળેલો પરસેવો લૂછ્યો. સ્કીનમાં જોયું તો માસાનો ફોન હતો એણે તરતજ ઉપાડ્યો. માસાએ કહ્યું દીકરા તું ઓફીસમાંજ હોઇશ પણ તારું કામ પડ્યું છે એટલે ફોન કર્યો છે. નંદીનીએ કહ્યું માસા બોલોને