સફર-એક અનોખા પ્રેમની... - 32

  • 4.5k
  • 1.8k

અભિજીત ભાઈ સાથે રીતેશભાઈને ફોન પર વાતચીત થઇ હતી, તે રાત્રે રીતેશભાઈ નીયાના રૂમ માં ગયા. નીયા રીતેશભાઈને જોઈને બોલી, "પપ્પા તમે અત્યારે ?શું થયું ?તમારે અહીં ઉપર ધક્કો ખાવાની શી જરૂર હતી ? મને બોલાવી હોત તો હું આવી જાત ને ....." "હવે, બસ....બસ...એકસાથે આટલા સવાલ ?! મારે તારુ જરૂરી કામ હતું એટલે હું જ આવી ગયો." રીતેશભાઈ રૂમમાં પ્રવેશતા બોલ્યા.નીયા હસતાં-હસતાં બોલી, "સોરી....સોરી..બેસો. "રીતેશભાઈ રૂમમાં લેપટોપ, બોલપેનો,ફાઈલો, વગેરે જેવી વસ્તુઓને અસ્ત-વ્યસ્ત પડેલ જોઈને હસીને બોલ્યા, "આમાં ક્યાં બેસું ?""ઓહ, સોરી એ તો હું એક પ્રોજેક્ટ પર કામ કરતી હતીને એટલે....." આટલું બોલી નીયા બધું સરખું કરવા જતી હતી ત્યાં