પુનર્જન્મ 39 " હું થાકી ગઈ છું અનિકેત, હું હારી ગઈ છું. " મોનિકાનું શરીર એના ધ્રુસકા સાથે કામ્પતું હતું. અનિકેતનો હાથ મોનિકાના માથે મુકાઈ ગયો. એ હળવા હાથે એને સાંત્વના આપતો હતો. મોનિકાના આંસુથી અનિકેતનો ખોળો ભીનો થઈ રહ્યો હતો. " આટલું બધું ગાંડી, હું છું ને ! તારે થાકવાનું શા માટે... બોલ શું થયું. " એ નાના બાળકની જેમ રડતી રહી. મા બાપ વગર ની એકલી છોકરી, ભૂખ્યા વરુ જેવા પિશાચો વચ્ચે ઘેરાયેલી હતી. અનિકેતને એની દયા આવી. અનિકેતે એનો ચહેરો ઉંચો કર્યો. એનો આખો