કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 5

  • 4k
  • 1.3k

નાની બહેન સ્વાભિમાન થી ભરપૂર ખોટું કોઈનું સહન ના કરે ભલે પરિવાર ના પણ હોય સામે, કૈલાસ શિખર ની જેમ ટસ્થ્ય રહેવા વાળીકોઈ સામે દલીલ ના કરે ભલે ખુદ પણ હોમાઈ જાય સમયાંતરે બહેનોમાં એ બાબતે મીઠા જગડા થાય પણ કૈલાસ નેજ નમવું પડતું, કૈલાસ નાની બહેનું ને નાની છે એમ સમજીને મનમાની કરે એવું રાખતી પણ પોતે ક્યારેય મનમાની ના કરતી, કામ કાજ માં બધાની ફરજપ્રમાણે કામ કરીજ લેવાનું એમાં નાના મોટા નો ભેદભાવ ના રાખતા, કૈલાસ એક મોટી બહેન ને વિશેસ માં સમાન બહેનોનું ધ્યાન રાખતી, કૈલાસ જયારે પણ ફોન લઈને બેસે એટલે બને બહેનો એની બાજુમાં ગોઠવાઈ જાય કૈલાસ ખીજાની હોય તો પણ એનું મનમાં ઠાની ને નારાખે, કૈલાસ નું કેવું એવું હતું કે 'એટલો તો એને વિશ્વાસ છે કે કોઇ નો મલમ ના બની શકુ તો કઇ નઇ પણ ક્યારેય કોઇ નો દુખાવો તોનઇ જ બનું'સાત સંમુદર પાર કરી ને તરવાનું થોડું રહી ગયું ,ખીલ્યો ચાંદ પૂનમનો આભેને તારા નું તેજ ઓછું થઇ ગયું.વાયો વાયરો અનેરી વસંત નો,ને ફૂલોને ખીલવાનું થોડું રહી ગયું,મોંધેરા જીવન મા માણસ બની જીવવાનું રહી ગયું .જેને માન્યા મન ના મીત એને ચાહવા નું થોડું રહી ગયું,રસ્તે મળ્યા જ્યારે સામા એ નજર મેળવવાનું રહી ગયું,હશે હજી પણ અનહદ સ્નેહ , બસ લાગણી સ્વરૂપે છલકાવાનું રહી ગયું ... # કૈલાસ ની કલમે ...મોટા અને નાના નું માન જાળવવા પોતાના નિર્યણ કે શોખ ને જતા કરવા કૈલાસ ની સહજ તૈયારી રહેતીજ એની વિચારધારા જ એવી કેએમની સામે આપણે મોટા થઈને શુકામે વહેવારથી હારી જવું, જીદ તો જીતી જશે પણ વહેવારથી તો હારજ છેને, બરફ ની ઓઢણીબનાવીને કૈલાસ શિખર જેમ મર્યાદા રાખે છે તેમજ કૈલાસ ત્યાગની ઓઢણી ઓઢીને જીવન વ્યતીત કરે છે, જેમ શિખર ભગવાન શિવ નેમસ્તક પર ધારણ કર્યા છે એવીજ રીતે કૈલાસ એમના માતા પિતાને મસ્તક પર ધારણ રાખે છે, કૈલાસ પ્રત્યેના કોઈપણ નિર્યણસારાનરસા એમના માતા પિતા દ્વારા લેવામાં આવે નમ્રતાથી એનું પાલન કરવાનું નાકે કોઈ પ્રશ્ન ઉદ્દભવવો, હજારો સ્વાતંત્રતા માં જીવતીસ્ત્રી ની સમાન થવા કરતા એક કુળની પરંપરા માં જીવવાની લાગણી કૈલાસ ને અલગ તારવી રાખે છે,વિશાળ સરીખો શિખર તપમાં,દશાનન ના હાથમાં કમળ સ્વરૂપે.વિશાળ આવડતના એંધાણ પ્રેમમાં,પરિવારના હાથમાં કૈલાસ દોર સવરૂપે.કૈલાસ ની કામ કે વર્તન ને સમજણ શક્તિ વધારે પણ અસમજણા ને મોટા સામે એની વાત વ્યક્ત ના કરતી એના સામાજિક માનમર્યાદામાટે ખોટું હશે પણ એના ભાગનું ખોટું સહન કરી લેશે પણ ગુનો કોઈ પર ઠાલવી નય દે, સુખ ની જેમ જ દુઃખમાં ભાગીદારી સહજતાથીસ્વીકારી ને પોતાપણા ની જેમ ભોગવી લેવાની તૈયારી હંમેશા રાખે, સમાજ અને પરિવારના થોડાઘણા નિયમો નો વિરોધ હતોજ પણવડવાઓ એ એ નિયમ માં ભોગવેલ ઉમર ને જોઈને કૈલાસ પણ ભોગવવાની તૈયારી રાખતીજ, પોતાની સ્વાતંત્રતા ને માનસિક કેશારીરિક બંધન પણ સહેજતાથી બાંધી લેતી, કર્મ પર વિશ્વાસ કરીને ઉપરવાળા પર એના પ્રત્યેની લાગણી મૂકી દેતી, ગુસ્સો આવી જાયપણ એને કાબુમાં પણ સહેજ ક્ષણે કરીને થાળે પાડતી, જેમ શિખર પણ સૂર્ય પ્રકાશથી ગરમ ના થાય માટે બરફ નું કવચ રાખે છે એમજકૈલાસ નમ્રતા નું કવચ રાખે,લગ્ન ની ઘડી નજીક આવતા સામાન્ય રીતે બધા ને ખુશીની લાગણી અનુભવાતી હોય છે પણ કૈલાસ ને એક પણ લાગણી પ્રત્યેઆકર્ષણ નોતું થતું શરીર માં જીવ ની બદલે અવકાશ જેવીજ વિચારસરણી થતી હતી, બને જોડિયા વચ્ચે મન ભેદ હોવાથી એ મિલાપ નીલાગણી નો અનુભવજ કરી નોતી શકતી બસ સંસાર ના સંસ્કાર સમજીને લગન ની તૈયારી ને એના પ્રત્યેનો સમય વિતાવતી ઘર પરિવારકે સમાજ ગમે તેવો હોય છોડવો પડે એનું દુઃખ હર કોઈને થાય એમ જ દુઃખ ને ક્યારેક આશુ રૂપે બાર કાઢી નાખે, ક્રમશઃ...