"દાદાજીના ચશ્મા"રાતના નવ વાગ્યા હતા. રોહન પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. રોહનને દરરોજ હોમવર્ક દાદાજી જ કરાવતા. પણ આજે દાદાજી રોહનને હોમવર્ક કરાવવા બેઠા નહીં..!! ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય, મમ્મી પણ કામ કરવા જાય અને પપ્પા પણ કામ ઉપર જાય, દાદીમાનું બિમારીને કારણે બે વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું અને રોહન તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો એટલે ઘરમાં આખો દિવસ દાદાજી અને રોહન બે જ હોય. આજે દાદાજીએ રોહનને હોમવર્ક કરાવવાની "ના" પાડી પણ રોહન જીદ પકડીને જ બેઠો હતો કે હોમવર્ક તો હું દાદાજી કરાવશે તો જ કરીશ. રોહનના પપ્પાએ દાદાજીને આજે હોમવર્ક નહીં કરાવવાનું કારણ પૂછ્યું પરંતુ