ડ્રીમ ગર્લ - 30

(17)
  • 3.4k
  • 2
  • 1.7k

ડ્રીમ ગર્લ 30 જિગરે જીપ ચાલુ કરી અને વૈષ્ણવદેવી સર્કલ પાસે મંદિરની બહાર જીપ ઉભી રાખી. નિલુની સાથે એ મંદિરમાં દર્શન કરવા ગયો. નિલુની સાથે એ આજે પૂર્ણતાનો અહેસાસ કરતો હતો. પૂર્ણતાનો અહેસાસ મતલબ આગળ કોઈ જ બીજી મોહ માયા કે અપેક્ષા નહિ. નરસિંહ મહેતા અને મીરાંએ પૂર્ણતાનો અહેસાસ કર્યો હતો. જીવનના તમામ મોહમાયાથી મુક્ત, ફક્ત શામળો જ શામળો. પ્રેમના ઉચ્ચ તબક્કે વ્યક્તિ એવા જ મનોભાવ અનુભવે છે. પણ બન્ને મનોભાવોમાં તફાવત છે. નરસૈંયા કે મીરાંના ભવિષ્યમાં દુઃખ હોઈ શકે, પણ એ પુર્ણપુરુષોત્તમ એવા પ્રભુના સાનિધ્યમાં છે, એમને