જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 7

(26)
  • 4.8k
  • 1
  • 2.8k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-7 કહાની હજી બાકી છે.... "પંજાબી સબ્જી બંન્ને અલગ-અલગ મંગાવી છે છતાં પણ ગ્રેવીના કારણે સ્વાદમાં તો બંન્ને સરખી જ લાગે છે. તમારું શું કહેવું છે, પરમાર સાહેબ?" હરમને જમતાં જમતાં ઇન્સ્પેક્ટર પરમારને પૂછ્યું હતું. "મને લાગે છે ઘણીવાર તું ખૂબ જ ભેદી વાત કરે છે. ચાલ, ફટાફટ જમી લઇએ કારણકે હજી બીજા લોકોની પૂછપરછ બાકી છે." ઇન્સ્પેક્ટર પરમારે હસતાં હસતાં હરમનને કહ્યું હતું. ઇન્સ્પેક્ટર પરમાર અને હરમને જમી લીધા બાદ રાજ મલ્હોત્રાના બુટીકના પટાવાળા સુનીલને કેબીનમાં બોલાવ્યો હતો. "દિવ્યા અને રાજ વચ્ચેના સંબંધો કેવા હતાં? અને એ સંબંધોના કારણે જ રાજ જાન્હવીના બદલે દિવ્યાને