જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 6

(28)
  • 5.1k
  • 1
  • 2.8k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-6 ફોટોગ્રાફનો ભેદ હરમન અને જમાલ હરમનના ઘરે આવ્યા. હરમને પોતાના ઘરમાં એક રૂમમાં જ પોતાની ઓફિસ બનાવેલી હતી. ઓફિસમાં દાખલ થયા બાદ હરમને ગ્રીન બોર્ડ સામે ઊભો રહી પોલીસ સ્ટેશનથી લાવેલા જાન્હવીના મૃતદેહના અલગ-અલગ એન્ગલથી પાડેલા ફોટોગ્રાફ લગાડ્યા તેમજ એ બોર્ડ ઉપર એણે પહેલા લગાડેલી આ કેસની વિગતો સમજવા લગાડેલી કાપલીઓને અલગ-અલગ ફોટાઓ તેમજ જમાલની ડાયરીમાં લખેલી વિગતો સાથે એની સરખામણી કરવા લાગ્યો હતો જેથી એ આ ખૂન કેસની બધી કડીઓ સમજી અને ગોઠવી શકે. ત્યાં સુધીમાં જમાલ કોફી બનાવીને લઇ આવ્યો હતો. "જમાલ, આ બે દિવસમાં આ કેસના દરેક મુદ્દાઓ સમજી આ કેસની બધી