જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 4

(24)
  • 5.8k
  • 3
  • 3.1k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-4 અજ્ઞાત વ્યક્તિ ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના બીલ્ડીંગમાં પ્રવેશ કરી જીપ પાર્કીંગમાં પાર્ક કરી અને ફ્લેટના સિક્યોરીટી ગાર્ડને સાથે લીફ્ટમાં લઇ તેઓ જાન્હવીના ફ્લેટ પાસે પહોંચ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવીનો ફ્લેટ ખોલ્યો અને ચારે જણ ફ્લેટમાં પ્રવેશ્યા હતાં. "હરમન, આ જાન્હવીનો બેડરૂમ છે અને અહીંયા લાશ જાન્હવીની પડી હતી જ્યારે હું પહેલી વખત રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે. હું કહેતો હતો એ મુજબ આખા રૂમમાં ક્યાંય કોઇ લોખંડની વસ્તુ નથી જેનાથી એનું માથું ટકરાઇ શકે અને મોત થઇ જાય." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને જાન્હવીના બેડરૂમમાં પ્રવેશતા કહ્યું હતું. "જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ