રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 3

(13)
  • 3.7k
  • 1.9k

3ત્યાંજ રંજન એક ઝટકા સાથે ઉઠ્યો. સવાર થઈ ગઈ હતી પણ તેના ચાલવા જવાનો સમય નીકળી ગયો હતો.આ બધું રંજનનું સપનું હતું.તે બ્રશ કરીને ધાબામાં ચાલવા ગયો, તે કલાક ચાલ્યો અને પછી ત્યાં ઘડીક બેસ્યો, ત્યાં શુભ ધાબામાં આવ્યો."તમે જે પુસ્તક લખી હતી તે સત્ય હકિકત છે?." શુભે રંજનને કહ્યું."હા તે મારા જોડે બની ગયું હતું.""મારે તમને કંઈક કહેવું છે.""શું?"શુભ કંઈક બોલવા ગયો ત્યાંજ પેલી સુંદર યુવતી શુભને શોધતા શોધતા ધાબામાં પહોંચી."તું અહીં છું. સ્કૂલે તારા પપ્પા જશે?" તે યુવતીએ શુભને ક્રુરતાથી કહ્યું."આવું છું મમ્મી."રંજન વિચારમાં પડી ગયો