જીવન સાથી - 19

(31)
  • 6.4k
  • 3
  • 4.8k

મોનિકા બેનની સ્પીડ એક્સપ્રેસ કરતાં પણ વધી ગઈ અને આ સ્પીડ સાથે તે દિપેન અને આન્યા જ્યાં બેઠેલા હતા ત્યાં પહોંચી ગયા. આન્યાને જોઈને જ મોનિકા બેનની આંખો આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને એકસાથે તેમને રડવું કે હસવું કે શું કરવું તેની કંઈજ ખબર ન પડી તેમનાં મોઢામાંથી શબ્દો સરવાની રાહ જોઈ રહ્યા હતા પણ જાણે તેમની વાચા છીનવાઈ ગઈ હોય તેમ શબ્દો મોંમાંથી નીકળી રહ્યા ન હતા. તેમને શું બોલવું કંઈજ સમજાઈ રહ્યું ન હતું. આન્યાને જોઈને તે આન્યાને જેમ ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ પંપાળવા લાગ્યા અને પપ્પીઓ કરવા લાગ્યા. તે આન્યાને આખાય શરીર ઉપર પંપાળી રહ્યા હતા