અક્ષત: અપેક્ષા બરાબર સેવા કરજે ઈશાનની એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને થોડી મારા વતી પણ કરજે અને તેને થોડો હેરાન પણ કરજે મારા વતી સારો ચાન્સ મળ્યો છે તેને હેરાન કરવાનો અને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. ઈશાન: એ હેરાન કરવા વાળા અહીં આય તારી વાત છે. મારે તને એક વાત પણ પૂછવાની છે. અક્ષત: બોલને યાર શું છે ? ઈશાન: કંઈનઈ કંઈનઈ, એ તો પછી અત્યારે તું નીકળ તારે લેઈટ થતું હશે. અને આખુંય વાતાવરણ હસતું મૂકીને અક્ષત પોતાના કામે જવા નીકળી ગયો અને ઈશાનને એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યાની અનુભૂતિ કરાવતો ગયો. જે દુઃખ હળવું કરી આપે તેનું