આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-58

(104)
  • 6.9k
  • 1
  • 4.1k

આઇ હેટ યુપ્રકરણ-58 અમદાવાદની સવાર પડી ગઇ હતી. બધાં સવારમાં બધું પરવારી ઓફીસ જવાની ઉતાવળમાં હતાં. રોડ ઉપર ટ્રાફીક ધીમે ધીમે વધી રહેલો. મોર્નીગવોક પર નીકળેલાં ઘર તરફ જઇ રહ્યાં હતાં. અને મસ્તરામ લોકો કીટલી પર ચા પી રહેલાં નાસ્તાનાં શોખનો ચા સાથે મસ્કાબન અને ગરમ ગરમ ગાંઠીયા ફાફડાનો રસાસ્વાદ લઇ રહેલાં. જયશ્રી અને મનીષ પણ ઘરેથી ચા નાસ્તો પરવારીને ફલેટને લોક મારી નીકળ્યાં. મનીષે કાર કાઢી જયશ્રીને બાય કહી ઓફીસ જવા નીકળી ગયો. જયશ્રી એને જતાં જોઇ રહી. એણે એનું એકટીવા સ્ટાર્ટ કર્યુ અને એનાં મનમાં નંદીનીનાં વિચારો ચાલી રહેલાં. એણે વિચાર્યું શનિ રવિ ક્યાં જતાં રહ્યાં ખબરજ ના