પ્રકરણ બાવીસમું/૨૨‘બાંધ બાંધ્યા પહેલાં સરિતા ખુદ બંધનમાં બંધાવા આટલી આતુર થઇ જશે એ અંદાજ નહતો..’સાહિલની નાદાની પર મનોમન હસતાં સપના બોલી..‘હા... પણ મેં કહ્યું હતું કે, મને બાંધવી એ ખર્ચાળ અને જોખમી છે, અને મારો રુઆબદાર રૂતબો રૂપિયાને આભારી છે. શું તું એ કિંમતનો અંદાજ આંકી શકે છે ?‘એક જ નજરમાં કાચના ટુકડાની કિંમત આંકી શકું છું... તો શું હું મારા ધબકારાની કિંમત ન આંકી શકું ? બોલ શું કિંમત છે...સંશય વગરના સ્નેહસરિતાની ? ‘વધુ નહીં...ફક્ત એક કરોડ રૂપિયા.’ એ સાંભળીને સાહિલ ખડખડાટ હસવાં લાગ્યો.. પછી બોલ્યો..‘ઇતની મહેંગી મહોબ્બત કે સાથ ઇતના સસ્તા મજાક.. કમ ઓન સરિતા.. બી સીરીયસ.’ એટલે ગંભીરતાના સ્વરમાં સરિતા