પ્રકરણ - ૪૯/ઓગણપચાસ ગતાંકમાં વાંચ્યું.... માયા અને મનીષ પર રતન પોતાના હૃદયમાં ભરાયેલો આક્રોશ ઠાલવે છે. સંબંધોના સમીકરણમાંથી લાગણીઓનું બાષ્પીભવન થઈ ગયું છે. પ્રેમની બાદબાકી થઈ ગઈ છે અને નફરતનું બીજ રોપાઈ ગયું છે. રાજીવ ત્યાંથી જ પાછા વળવાની વાત કરે છે પણ અનન્યા ના પાડે છે... હવે આગળ.... "કોણ અનન્યા...હું કોઈ અનન્યા નથી, હું છું ત...રા...ના." અનન્યા રાજીવ તરફ આગળ વધી રહી હતી. "આ તો સ્પ્લિટ પર્સનાલીટી ડિસઓર્ડર જેવું થઈ ગયું નહિ માયા, આના શરીરમાં ભૂલભુલૈયાની મંજુલિકાએ પ્રવેશ કર્યા જેવું લાગે છે." મનીષ માયાના કાનમાં ગણગણી રહ્યો હતો. રણની શાંત રેતમાં અચાનક વંટોળ ચડ્યો હોય અને ધૂંધળા વાતાવરણમાં અટવાઈને