તવસ્ય - 4

  • 3.8k
  • 1
  • 1.6k

અક્ષરે જમતાં જમતાં જ પ્લાન વિચારી લીધો હતો,અને ગાર્ગી અને વેદને કોઈ ન સાંભળે તેમ સંક્ષેપમાં સમજાવી પણ દીધો હતો.તે મુજબ વેદ અને અક્ષર અત્યાર સુધી જેમ કિવાને શોધતાં હતાં તેમ શોધવાનું ચાલું રાખશે. જયારે ગાર્ગી તે બંનેથી અલગ રહેશે અને અહીં ટ્રસ્ટનાં કામ માટે આવી હોય તેવો દેખાવ કરશે.તે મુજબ વેદ અને અક્ષરે ,ગાર્ગીની હોટેલની નજીકની હોટેલમાં રૂમ બુક કરાવી લીધો. જેથી ઇમરજન્સી આવે તો ગાર્ગીની મદદ થઇ શકે._________________________________ગાર્ગી જે ટ્રસ્ટમાં કામ કરતી હતી તે ટ્રસ્ટનું નામ હતું ' ઉત્કર્ષ '. તે ટ્રસ્ટ ગરીબ કે અનાથ બાળકોની આર્થિક સહાય કરવાનું, જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવાનું, તેમનાં માટે શિક્ષણની