વૈકુંઠ એક્સપ્રેસ

  • 4.4k
  • 1.5k

રોજ ની ટેવ મુજબ મેં બપોરના આરામ પછી છાપું હાથમાં લીધું. મને હેડલાઈન સમાચારોમાં કદી રસ પડતો નથી, માટે આગલા પાનાઓ પર ઉપરછલ્લી નજર દોડાવી મેં સ્પોર્ટ્સ નું પાનું ખોલ્યું. આઇપીએલ માં સ્ટાર ક્રિકેટરો ના સંઘર્ષ ના વૃતાંત વાંચતા વાંચતા મારુ ધ્યાન સામેના પાના પર આવેલી વેસ્ટર્ન રેલવે ની જાહેરાત પાર પડ્યું. મને હંમેશા રેલવે પ્રતિ અદમ્ય આકર્ષણ રહ્યું છે. જાહેરાત પણ ઉડીને આંખે વળગે તેવી હતી જેમાં રેલવેએ શરૂ કરવા ધારેલી એક નવી ટ્રેનની વિગતો આપેલ હતી. વૈકુંઠ એક્સપ્રેસ ભારતીય રેલવે રજુ કરે છે એક અનોખી યાત્રા. દર ગુરુવારે દ્વારકા થી ઋષિકેશ. ઉભા રહેવાના સ્ટેશન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર,