આ જનમની પેલે પાર - ૩

(46)
  • 6.2k
  • 6
  • 3.9k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સુલુબેનની ધમકી સાંભળીને દિયાન અને હેવાલી સાથે બધાંને આંચકો લાગ્યો. કોઇને કલ્પના ન હતી કે સુલુબેન આટલા બધા દુ:ખી હશે. દિનકરભાઇ પણ હેરતથી સુલુબેન તરફ જોવા લાગ્યા. બેઠક કરતાં પહેલાં એમણે સુલુબેન સાથે ચર્ચા કરી હતી અને એવું નક્કી કર્યું હતું કે એમને પ્રેમથી સમજાવીશું એટલે માની જશે. અને જે કોઇ કારણ હશે તેને સમજીશું અને જે સમસ્યા હશે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. સુલુબેન આત્મહત્યાનો નિર્ણય લેશે એવી કલ્પના ન હતી. અને એ માત્ર ધમકી આપવા જ કહી રહ્યા હોય એવું ન હતું. અગાઉ પણ એ ઘર-પરિવારના ભલા માટે આકરા નિર્ણયો લેતા આવ્યા છે.