અપશુકન - ભાગ - 12

(12)
  • 3.5k
  • 1.8k

“છે વટાણા... હું કાલે જ લઇ આવી છું.” અંતરાએ જવાબ આપ્યો. “ઠીક છે, તો લાવ, હું ફોલીને રાખું છું... પર્લ સ્કૂલમાંથી આવશે ત્યારે તેને ભૂખ લાગી હશે.” દાદીની પૌત્રી માટેની ફિકર સાફ સાફ દેખાતી હતી. અંતરા- વિનીત અને પર્લ ઘરની બહાર નીકળ્યાં એટલે દાદા - દાદી બંને પર્લને લિફ્ટ સુધી ‘બાય બાય’ કહેતાં છોડવા આવ્યાં. “ રડતી નહિ હો...” છેલ્લે માલિનીબેને ટહુકો કર્યો ત્યાં સુધીમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી... પર્લને છોડીને વિનીત – અંતરા પાછાં આવ્યાં ત્યારે એક બે વટાણા ફોલેલા થાળીમાં પડ્યા હતા અને માલિનીબેન પોતાના બેડરૂમમાં ફોન પર મમતા સાથે વાતોના ગપાટા મારી રહ્યાં હતાં.