જાદુઈ પુસ્તક અને શિવાંશ - 11

  • 3.3k
  • 1
  • 1.4k

11 જયાં માણસનો સ્વાર્થ હોય ત્યાં માણસ પોતાની આત્માની કે દિલની વાત સાંભળવા કરતા પણ મનની અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. સ્વાર્થની આગળ સાચું ખોટું કંઈ જ દેખાતું નથી. આવું જ ગોરખનાથ જોડે થયું. અમર થવા માટે એક છોકરીના સપના તોડવા તેને મંજૂર હતા અને પોતાના સ્વાર્થ માટે તે કોઈ છોકરીને દુઃખી કરવા તૈયાર હતો. તેનું મન તો લગ્ન કરવા તૈયાર નહોતું પણ સ્વાર્થવશ તે મન બનાવી ચૂકયો અને તે ઘરે પાછો આવ્યો. તેમણે દાદાને કહ્યું કે, "તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે." બધા જ ખુશ થઈ ગયા એમની હા સાંભળીને, લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ અને લગ્ન