જાદુઈ પુસ્તક અને શિવાંશ - 9

  • 3.6k
  • 1.8k

9 સૂરજ દિવસ ઉગે અને સાંજે આથમે ત્યાં સુધીમાં કેટલા જીવનને પોષે, કેટલાને પણ નવી ઉમ્મીદ આપે. એમ જ લીલા પણ પરણીને સાસરે આવી, એ પણ મનથી માનેલા પ્રિયતમ જોડે. તેનું સાસરીમાં ગૃહપ્રવેશ સરસ રીતે થયો. નવા નવા દિવસો જેમ જલ્દી જલ્દી પસાર થાય, તેમ જ લીલા અને રામલાલના લગ્નને ચાર દિવસ કયા પૂરા થયા, એ ખબર ના પડી. ત્યાં તો શેઠ ગોરખનાથે મગન જોડે કહેવડાવ્યું કે, "કાલથી વાડીએ આવી જજે, કામનું ભારણ વધી ગયું છે." રામલાલની જોડે જોડે લીલા પણ કામે ચડી ગઈ. મહેલમાં જયંતી શેઠાણીએ લીલાને કામ કરતી જોઈને નવાઈ લાગી. તેમણે લીલાને પોતાની જોડે બોલાવી અને કહ્યું