જાદુઈ પુસ્તક અને શિવાંશ - 8

  • 4.1k
  • 2
  • 2k

8 મથુરાનો રાજા કંસને જયારે કૃષ્ણ મારવા સજજ થયા ત્યારે કંસની પત્ની જીવયશાએ તેને કહ્યું કે, "તે તારા મામા છે માટે તેના પર દયા કર." જયારે પ્રજા તેમને કહેતી હતી કે, "ના પ્રભુ, અમને આ ત્રાસમાંથી ઉગારો, કંસને મારો અને આ રાક્ષસથી ઉધ્ધાર કરો." ત્યારે કૃષ્ણ માટે અસમંજસ સ્થિતિ ઊભી થઈ કે, 'શું કરવું કે શું ના કરવું' કોઈપણ સ્થિતિ કરતાં પણ વધારે ભારે આવી અસમંજસ સ્થિતિ હોય છે. આવી અસમંજસ સ્થિતિ આપણને ક્રોધિત પણ કરે, ચીડચીડયો પણ બનાવી દે છે. અને તે વ્યક્તિને કંઈ પણ ખોટું કામ કરવા મજબૂર થઈ જાય છે. અને એવી જ સ્થિતિ તાંત્રિક ગોરખની છે.