જાદુઈ પુસ્તક અને શિવાંશ - 7

  • 3.8k
  • 2
  • 1.9k

7 ડૂબતો માણસ પોતાની જાતને બચાવવા ઘણા હવાતિયાં મારે એને માટે તેને તણખલું પકડવું પડે તો તે તૈયાર જ હોય. તે પોતાની જાતને બચાવવા માટે ના કરવાના કામ પણ કરે. આવું જ તાંત્રિક ગોરખનાથ કરી રહ્યો હતો, અને પરેશે પણ કર્યું. જયારે પરીને આ કાળા જાદુથી બચાવવા માટે તાંત્રિકના જીવ સમાન પુસ્તક લઈ આવવાનું જોખમ ખેડયું, એ પણ આની અસર શું થશે સમજયા વગર? તે તાંત્રિકને ખબર પડી જાય તો જીવને જોખમ થાય તે વિચાર્યા વગર? 'કાલે સવારે મંદિરે જઈને આ પુસ્તક સાધુ મહારાજને આપીશ' એમ વિચારી પરેશ તે પુસ્તક લઈને ઘરે આવ્યો. હજી ઘરમાં જઈને બેઠો પણ નહોતો ને,