ગોઠવણ ડોટ કોમ.

  • 4.2k
  • 2
  • 1.2k

‘‘સાહેબ, આપણી ઓફિસનાં સ્ટાફની યુનીટી ખૂબજ સારી છે. બધાં હળીમળીને રહે છે. આપની જગ્યાએ પટેલ સાહેબ હતાં તેમણે ક્યારેય કોઈને લાગવા જ ન્હોતું દીધું કે તેઓ બોસ છે.’’ પટાવાળાએ વિનાયક ગાંધીને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું. બે વર્ષનો પ્રબેશન પીરીય઼ડ પૂરો કરીને અઠ્ઠાવીસ વર્ષનો વિનાયક આજે જ સરકારી કચેરીમાં હાજર થયો હતો. શહેરથી દૂર બની રહેલાં ડેમ પાસે કચેરીનું બેઠા ઘાટનું મકાન હતું. સ્ટાફનાં તમામ નવ માણસો સાથે હેડક્લાર્ક પંડ્યાજીએ દરેક ટેબલ પર ફરીને વિનાયકનો પરીચય કરાવ્યો હતો. પરીચયવિધિ પૂરી થઈ ગયા બાદ વિનાયકે તેની કેબીનમાં બેસીને ઊંડો શ્વાસ લીધો. વિનાયકે ટેબલ પર પડેલી ફાઈલો જોવાનું શરૂ કર્યું. અચાનક પંચાવન આસપાસના