મોજીસ્તાન - 59

(19)
  • 3.3k
  • 1
  • 1.5k

મોજીસ્તાન (59) "હું તે દિવસે સાંજે દવાખાનાના બધા દર્દીઓને તપાસીને મારા કવાટર પર સાંજે સાત વાગ્યે ગયો હતો.કોણ જાણે મને એ દિવસે બહુ ગમતું નહોતું.અંદરથી જ એવો કોઈ અવાજ આવી રહ્યો હતો કે ડોકટર આજની રાતે કંઈક ન બનવાનું બનવાનું છે. મુળજીભગતને ત્યાંથી મારું ટિફિન આવ્યું એટલે હું જમ્યો. મૂળજીભગતના પત્ની બિચારાં બહુ માયાળુ છે.મારા પર એમનો બહુ સારો ભાવ છે.મને જમાડીને ભગવાનને જમાડ્યા હોય એમ રાજી થાય છે.મને કાયમ કહે છે કે દાગતર સાહેબ તમે તો ભગવાન જ કે'વાવ.તમે અમારા ઘરનું ટિફિન જમીને અમો પર બહુ મોટો ઉપકાર કર્યો છે.અમને પુન્ય કમાવાની તક દીધી છે..હું લોજિંગ આપવાની વાત કરું છું